Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રમાં વિભાગોની ફાળવણી, જાણો CM ઉદ્ધવ ઠાકરેએ પુત્ર આદિત્યને કઈ જવાબદારી સોંપી

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારના પહેલા મંત્રીમંડળ વિસ્તરણ બાદ આખરે વિભાગોની ફાળવણી થઈ ગઈ. શનિવારે મુખ્યમંત્રી દ્વારા મંત્રીઓના વિભાગોની ફાળવણીને આખરી ઓપ અપાયો અને રવિવારે ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ વિભાગોની ફાળવણીને લઈને મુખ્યમંત્રી તરફથી  કરાયેલી ભલામણોનો સ્વીકાર કરી લીધો. 

મહારાષ્ટ્રમાં વિભાગોની ફાળવણી, જાણો CM ઉદ્ધવ ઠાકરેએ પુત્ર આદિત્યને કઈ જવાબદારી સોંપી

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારના પહેલા મંત્રીમંડળ વિસ્તરણ બાદ આખરે વિભાગોની ફાળવણી થઈ ગઈ. શનિવારે મુખ્યમંત્રી દ્વારા મંત્રીઓના વિભાગોની ફાળવણીને આખરી ઓપ અપાયો અને રવિવારે ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ વિભાગોની ફાળવણીને લઈને મુખ્યમંત્રી તરફથી  કરાયેલી ભલામણોનો સ્વીકાર કરી લીધો. 

નવજાત બાળકોના મોત: CM ગેહલોતના નિવેદન પર ડે.CM પાઈલટે વ્યક્ત કરી નારાજગી! જાણો શું કહ્યું?

આ સાથે જ ઝી ન્યૂઝની એ યાદી ઉપર પણ મહોર લાગી ગઈ જેમાં આ અંગેનો ઉલ્લેખ અગાઉથી કરી દેવાયો હતો. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહત્વના મંત્રાલયો પોતાની પાસે રાખ્યા નથી. સામાન્ય પ્રશાસન મંત્રાલય જ સીએમએ પોતાની પાસે રાખ્યા. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને રાજ્યના પર્યાવરણ મંત્રી બનાવ્યાં છે. આદિત્ય ઠાકરેએ ઝી મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે મને પર્યાવરણ મંત્રાલય મળ્યું છે. હું રાજ્ય માટે સારું કામ કરી શકું છું અને બધાની સાથે મળીને કામ કરીશ. પર્યટન દ્વારા મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાને મજબુત કરી શકુ છું. અમારા ત્યાં ઈકો, મેડિકલ, ટુરિઝમ અને બીચ છે જેનાથી હું મહારાષ્ટ્રમાં વિકાસ કરી શકું છું. મને વિશ્વાસ છે. હું કાલની મીટિંગ બાદ પદ સંભાળીશ. તેમણે એમ પણ કહ્યું કે મને ઉમર ખાલિદના આજના કાર્યક્રમ અંગે જાણકારી નથી જેમાં મારું નામ અપાયું છે. 

ઉદ્ધવ સરકારમાં વિભાગોની ફાળવણી, અજીત પવારને નાણા, અનિલ દેશમુખને મળ્યું ગૃહ મંત્રાલય

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રનું ગૃહ મંત્રાલય એનસીપીના ફાળે ગયું છે. અનિલ દેશમુખને તેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગૃહ રાજ્યમંત્રીની ખુરશી કોંગ્રેસ અને શિવસેના બંનેને મળી છે. અજિત પવાર રાજ્યના નવા નાણામંત્રી હશે. આ ઉપરાંત શિવસેનાના નેતા એકનાથ શિંદેને શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટને મહેસૂલ ખાતુ સોંપાયું છે. 

જુઓ LIVE TV

એ પણ જાણકારી મળી છે કે વિભાગોની ફાળવણીમાં કોંગ્રેસનું દબાણ કોઈ કામમાં આવ્યું નથી. તેને કૃષિ મંત્રાલય ન મળ્યું કે ગ્રામીણ વિકાસ પણ નહીં જેની તેણે માંગણી કરી હતી. કૃષિ મંત્રાલય શિવસેનાએ પોતાની પાસે જ રાખ્યું છે. જ્યારે પૂર્વ સીએમ અશોક ચૌવ્હાણે પીડબલ્યુ મંત્રાલયથી સંતોષ માનવો પડ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More